વસંતપંચમી
વસંતપંચમી
રોજ જેવી સવાર
નિત્યક્રમ મુજબ તારીખિયું ફાડયું
અર્ધ જાગ્રત અવસ્થામાં ..
અર્ધ ખુલેલ આંખોએ વાંચ્યુ,
વસંતપંચમી,
અનેક ભાવ,
યાદો એક સાથે ધેરી વળ્યા.
આજ તો લગ્નતિથિ..
પચાસ પુરા કર્યા ને વન પ્રવેશ
ત્યાં તો..
જીવનના સંધર્ષ સમયથી લઈ...
આજ સુધીની યાદો ચિત્રપટ માફક પસાર થઈ ગઈ.
અને તે લાકડીના ટેકે બગીચામાં જઈ,
એક ગુલાબ લઈ આવી,
ગુલાબ, પેપર અને બેડ ટી સાથે પોતાના કમરામાં આવી..
હળવેકથી પતિદેવને જગાડી
ચા સાથે મૌન રહી ગુલાબ આપ્યું,
પળ બે પળ તારામૈત્રક રચાયું..
વરસોથી પરિચિત એ જ હાસ્ય ..
સાથે..
તેમણે એક બોક્ષ હાથમાં મૂક્યું
સહજ અચરજથી તમને યાદ હતું...?
અને વરસો પછી પણ એજ પ્રીત સજીવન...
વસંતના વધામણાં ખરા અર્થમાં.

