પ્રસ્તાવના પ્રીતની
પ્રસ્તાવના પ્રીતની
સરળ હતી,
પ્રેમની પ્રસ્તાવના કરવી,
કઠિનાઈ તો ત્યારે પડી,
જ્યારે આવી નિભાવવાની ઘડી,
મનગમતી હતી,
અનિમેષ નયને નિહાળવી,
મુશ્કેલી ત્યારે પડી,
જ્યારે આવી અશ્રુ રોકવાની ઘડી,
આપ્યા હતા,
પ્રીતનાં અનેક વચનો,
કઠિનાઈ તો ત્યારે પડી,
જ્યારે આવી સમર્પિત થવાની ઘડી,
ઊભા હતા,
તસ્વીરોમાં પ્રેમ વહાવી,
સચ્ચાઈ તો ત્યારે ખબર પડી,
જ્યારે આવી સાથે ઊભા રહેવાની ઘડી.

