ચાહત
ચાહત
ચાહત એમ ક્યાં અહીં કોઈની પૂર્ણ થાય છે,
ઈશ્વરનું પણ એમ ક્યાં કોઈથી સ્મરણ થઈ શકે છે,
ચાહત મેળવવા દરેકે કઈ કેટલું ગુમાવવું પડે છે,
નસીબને દોષ આપીને જે મળે એ સ્વીકારવું પડે છે,
ચાહતમાં અણગમતું કાર્ય હસતા મોંએ કરવું પડે છે,
ચાહતમાં ક્યારેક દગો મળે તો પણ હસવું પડે છે,
ચાહતમાં સ્વયંની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું પડે છે,
ચાહતમાં આશાઓ પૂર્ણ ના થતા સંબંધ પર પૂર્ણવિરામ લાગી જાય છે,
ચાહતમાં ખુશીથી વધુ દુઃખ સહન કરવાની તૈયારી હોવી જોઈએ,
ચાહતમાં બંને પક્ષે નિભાવવાની પૂર્ણ તૈયારી હોવી જોઈએ.

