STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

પ્રસ્તાવ

પ્રસ્તાવ

1 min
220

અદમ્ય આકર્ષણથી તને નિરખ્યા કરું,

તારી રાહમાં હરપળ હરક્ષણ,


નથી ખબર તારા હૈયાની વાત

પણ ..

તારું સ્મિત

નયનેથી નિતરતો નેહ,

સતત ઈચ્છા, પસંદ નાપસંદ, ખુશીઓનો ખ્યાલ રાખવો,

વારંવાર નજર મળતા ..

આછા સ્મિત સાથે નજર ઝૂકાવવી

નિ:શબ્દ રહી સાંભળ્યા કરવું..

હૈયાની વાત હોઠ પર આવી અટકે..

નજરથી છલકાઈ

પ્રતિક્ષા કરું કાંઈક કહે..

આ અધખૂલ્લા હોઠ..

મનગમતું કહી દે..


પણ ..ના..

મૌન જ

આજ હું જ પ્રસ્તાવ મૂકું..

સાથ આપીશ ?

આ જીવનસાગરમાં નાવિક બનીશ..?

તારું મૌન હું સાંભળીશ..

તારો હાથ પકડી સાત પગલાં ..

સાથે લેવાની ..

તારી બનું

તારા નામને મારા નામ સાથે જોડવાની..

પ્રિય, મારી ઈચ્છા.. સ્વપ્ન

સાથે વિકસી સાથે વૃધ્ધત્વ પામવાનું

બોલને, પુરું કરીશ ?

શું તું મારો બનીશ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance