પ્રતીક્ષા
પ્રતીક્ષા
સાંજ એટલે મારા માટે,
તારા આગમનની પ્રતીક્ષાએ
સ્થંભિત,
થીજેલા રક્તમાં આવતો
તારા સ્પંદનનો ગરમાવો,
મારા શ્વાસોમાં ગુંજતો
તારા નામનો ટહુકો,
અંગ અંગમાં
જાગૃત થતી ઊમીઁનો ઉછાળો,
આ બધું
શબ્દોથી કેમ સમજાવું ?
નિરખ્યા કરું
તુંજ મિલનના સપના સજાવ્યા કરું
સપનાં,
મારી ઈચ્છાઓનાં
મારી,
ઝંખનાનાં
તને હૈયે ચાંપુ,
વેલ જેમ વીંટળાઈ જઉં
તારા શ્વાસોમાં ભળી જઉં ?
પ્રિય !
તારી પ્રિયા બની જઉં ?
શબ્દો કયાંથી શોધું ?
આ વ્યકત કરવા ?
બસ ! એક ભાવ મારો
તુંજ હૃદય સુધી પહોંચવાનો,
સ્પશેઁ તને જો મારી લાગણી ?
તારી તારી જ પ્રતીક્ષામાં,
તારી દીવાની.

