તારી મુસ્કાન
તારી મુસ્કાન
તારી મહેફિલમાં હું અટવાયો,
તારા સાગરમાં હું છલકાયો,
તારી આંખોમાં હું ભીંજાયો,
તારા હૈયામાં હું હરખાયો,
તારા સ્વપ્નમાં હું દેખાયો,
તારા પ્રેમમાં હું પ્રગટાયો,
તારા દિલમાં હું સમાયો,
તારા જીવનમાં હું જામ્યો,
તારા સાથમાં હું રેલાયો,
તારા માનમાં હું મલકાયો,
તારા સંભારણામાં હું છૂપાયો.

