STORYMIRROR

'Sagar' Ramolia

Romance

3  

'Sagar' Ramolia

Romance

ચહેરો

ચહેરો

1 min
491

પ્રશંસા સદા પામતો સારો ચહેરો,

ને લપડાક ખાતો બિચારો ચહેરો,


કદરૂપી છાંયા આવી જાય ઉપર,

બધેથી મેળવતો જાકારો ચહેરો,


છવાઈ ગયાં હોય ગુસ્સાનાં વાદળ,

લાગતો બધાને ખૂબ ખારો ચહેરો,


અમૂલ્ય ગુણ કદી ઊતરી આવતાં,

દિલનો બની જાય લૂંટારો ચહેરો,


બધે વરસતો કડવો વરસાદ,

ત્યારે ગુમાવતો નિજ પારો ચહેરો,


‘સાગર’ દિ’ કેમ બગડ્યો, કેમ કહું ?

અરીસામાં જોયો તો મેં મારો ચહેરો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance