STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

એકમેકનાં મન સુધી

એકમેકનાં મન સુધી

1 min
348

ના ધરા સુધી ના ગગન સુધી

આપણે તો જવું છે બસ એકમેકનાં મન સુધી,


ના તન સુધી ના અંગ સુધી

આપણે તો મળવું છે બસ એક મેકનાં મન સુધી,


ના મોહ સુધી ના માયા સુધી

આપણે તો મળવું છે બસ એકમેકનાં મન સુધી,


ના જાત સુધી ના રાત સુધી

આપણે તો મળવું છે બસ એકમેકનાં મન સુધી,


ના આપણા સુધી ના અજાણ્યા સુધી

આપણે તો મળવું છે બસ એકમેકનાં મન સુધી,


ના રસ્તા સુધી ના મંઝિલ સુધી

આપણે તો મળવું છે બસ એકમેકનાં મન સુધી,


ના આશા સુધી ના નિરાશા સુધી

આપણે તો મળવું છે બસ એકમેકનાં મન સુધી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance