પ્રેમની પ્રીત
પ્રેમની પ્રીત
નયનનાં બાણથી ઘાયલ,
આંખમાં ટીપાં બાજ્યા,
દિલમાં રકતની ધારા,
નજરોના જામ ટકરાયા.
કાતિલ નયનોનાં વાર,
પ્રેમમાં થાય રમખાણ,
મૌનની ભાષા અઘરી,
તારીફ કરું સજની.
બંધ નયનમાં તસ્વીર,
ખૂબસૂરત મનનો અરીસો,
મનની આંખોથી દિલમાં,
કંડારી પ્રેમની કવિતા.

