દિલના રસ્તે મારે તમને મળવું છે
દિલના રસ્તે મારે તમને મળવું છે
ખોવાઈ છું દુનિયાની ભીડમાં,
દિલના રસ્તે થઈ મારે તમને મળવું છે,
દુઃખની અગ્નિથી દાઝી છું ખૂબ હું,
બસ તારા પ્રેમના મલમથી આ ત્રસ્ત હૈયાને ઠરવું છે,
વિરહની વેદના નથી સહેવાતી હવે,
બસ નદી ભળે સાગરમાં એમ તારામાં ભળવું છે,
બસ નાવિક બની જા મારી જીવનનૈયાનો,
આ ભવસાગરમાં તારી સાથે તરવું છે.

