પ્રેમની જીત
પ્રેમની જીત
પ્રેમની આ કેવી રીત છે,
હારમાં યે જીત છે,
પ્રેમનું કેવું આ સુંદર ગીત છે,
જાણે સાત સૂરોનું સંગીત છે,
જીવન પ્રત્યે જાગી અજીબ પ્રીત છે,
કેમ કે જીવનમાં તું મારો મિત છે,
અધરો પર મધુરું ગીત છે,
તું મારું જીવન સંગીત છે,
કેવા સુંદર રીતે વ્યક્ત થયા શબ્દો,
કેવી શીખવી શબ્દોને તમે શિસ્ત છે,
લાગે છે જાણે આપણા પ્રેમની આ જીત છે.

