ક્યાં કહું છું
ક્યાં કહું છું
ક્યાં કહું છું .... કે ....
તું તારા પ્યારનો ઇજહાર કર, પણ આમ મારો અનાદર પણ ના કર...
ક્યાં કહું છું .... કે ....
તું મારી સાથે દરરોજ કલાકો વાતો કર, પણ સવારે એક સુપ્રભાતનો મેસેજ તો કર,
ક્યાં કહું છું .... કે ....
તું મને ઉપહારો આપ, પણ ક્યારેક સામેથી યાદ તો કર,
ક્યાં કહું છું .... કે ....
તું મને તારી જીવનસંગિની બનાવ, પણ તારી થોડી ક્ષણો તો આપ,
ક્યાં કહું છું .... કે ....
હું પૂર્ણ તારી જ છું,પણ જેટલી તારી છું એટલો જ તો તને માંગુ છું
ક્યાં કહું છું ....

