તારી યાદોથી સંબંધ
તારી યાદોથી સંબંધ
તારી યાદો સાથે ગાઢ સંબંધ છે .....
મારી સવાર તારા રૂપી એલાર્મથી
પહેલો શબ્દ મુખમાં એ પણ તારો જ
ફોનમાં તારો જ પહેલો મેસેજ વાંચવાની તાલાવેલી
શરીર પડતા પાણીમાંય તારો જ અહેસાસ,
મારો તારી યાદો સાથે ગાઢ સંબંધ છે...
મારી સવારની પ્રાર્થનામાં પણ તું
અને ચા ના પહેલા ઘૂંટમાં પણ તું,
ગીતના દરેક શબ્દમાં પણ તારો જ અહેસાસ,
હા, મને તારી યાદો સાથે ગાઢ સંબંધ છે...
તારી સાથે નહિ પણ તારી યાદોથી સંબંધ....

