તારું ધ્યાન આપજે
તારું ધ્યાન આપજે
નહિ હોઈશ હું તારી આસપાસ,
કે કોઈ મારી યાદો તારી પાસે.
નહિ હોય ઇન્તજાર તારી આંખોમાં,
કે કોઈ મારી તસ્વીર તારી પાસે.
નહિ હોય મારુ નામ તારા હોઠો પર,
કે કોઈ ફરિયાદ તારી પાસે.
નહિ હોય તારા દિલમાં પ્યાર મારા માટે,
કે કોઈ લાગણી તારી પાસે.
નહિ હોય તારા જીવનમાં કોઈ મારુ સ્થાન,
કે કોઈ ક્ષણ મારા નામની તારી પાસે.
છતાં પણ કહું છું, તારું ધ્યાન આપજે મારા માટે,
તારું ધ્યાન આપજે.

