જોઈએ છે
જોઈએ છે
હું ક્યાં કહું છું વાદળ જોઈએ છે,
બસ મને તો ભીંજાવા બે ચાર વર્ષા બુંદો જોઈએ છે,
હું ક્યાં કહું છું કે આખું આયખું જોઈએ છે,
બસ મને તો પ્રેમમાં ફના થવા બે ચાર પળો જોઈએ છે,
હું ક્યાં કહું છું કે યુગો સુધી તારો સાથ જોઈએ છે,
બસ થાક જિંદગીનો ઉતારવા તારા હૈયે પળ બે પળનો ઉતારો જોઈએ છે.