STORYMIRROR

Roshni Patel

Romance

3  

Roshni Patel

Romance

કોઈક મળે તો સારું

કોઈક મળે તો સારું

1 min
356

લોકોના ટેકા બની થાકી હું,

હવે મને કોઈકનો ટેકો મળે તો સારું.......


હસાવતી રહી લોકોને હું,

હવે મને કોઈક હસાવે તો સારું........


સાંભળતી રહી લોકોને હું,

હવે મને કોઈક સાંભળે તો સારું......


હાથ લોકોના પકડતી રહી હું,

હવે મને કોઈક હાથ આપે તો સારું.......


લોકોના અશ્રુ રોકતી રહી હું,

હવે મને કોઈક રડતા રોકે તો સારું.......


લાગણી વહેવડાતી રહી હું,

હવે મને કોઈક લાગણી વહેંચે તો સારું........


વિશ્વાસ કરી પસ્તાયી હું,

હવે મને કોઈક વિશ્વાસુ મળે તો સારું........


લોકોને સાચવવામાં અટવાયી હું,

હવે 'રોઝ'ને કોઈક સાચવે તો સારું.....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance