STORYMIRROR

Roshni Patel

Romance

4  

Roshni Patel

Romance

તલાશ

તલાશ

1 min
486

નામ ભલે ના હોય,

પરંતુ હંમેશા સાથ ભરપૂર હોય

એવા એક સબંધની છે તલાશ !


હાજરી ભલે ના હોય, 

પરંતુ હાજરીનો આભાસ હોય

એવા એક સબંધની છે તલાશ !


કોઈ બંધન ભલે ના હોય,

પરંતુ કેટલીક મર્યાદાની છૂટ હોય

એવા એક સબંધની છે તલાશ !


ઉંમર ભલે ઢળતી હોય,

પરંતુ ઉત્સાહની રોજ સવાર હોય

એવા એક સબંધની છે તલાશ !


ક્યારેકે અણબનાવ હોય, 

પરંતુ એકબીજા માટે માફી હોય

એવા એક સબંધની છે તલાશ !


ઓટ ભલેને હોય,

પરંતુ ઉમંગની ભરતી હોય

એવા એક સબંધની છે તલાશ !


લાગણીનું રણ હોય, 

પરંતુ રણમાં લાગણીની વર્ષા હોય

એવા એક સબંધની છે તલાશ !


ધોર અંધકાર હોય, 

પરંતુ અંધકાળમાં નવી "રોશની" હોય

એવા એક સબંધની છે તલાશ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance