STORYMIRROR

Roshni Patel

Romance

4  

Roshni Patel

Romance

કોઈક તો જોઈએ

કોઈક તો જોઈએ

1 min
540

ખુશ હોઉં ત્યારે ખુશી માણવા તો કોઈક જોઈએ,

દુ:ખી હોઉં ત્યારે ગમ વહેંચવા તો કોઈક જોઈએ,


દિનભરની વાતો કહી શકું એવો સાંભળનારો તો કોઈક જોઈએ,

લાગણી ઠાલવી શકું એવો લાગણીશીલ તો કોઈક જોઈએ,


હોય જરૂર સાથની ત્યારે સાથ નિભાવનાર તો કોઈક જોઈએ,

હોય જરૂર સલાહની ત્યારે સલાહ આપનાર તો કોઈક જોઈએ,


વ્યસ્ત જીવનમાં મારા માટે હવે તો મને કોઈક જોઈએ,

સફર જીવનનો કાપવા માટે હવે તો મને કોઈક જોઈએ,


હવે 'રોઝને' ટોળું નહીં એક જીવનસાથી જોઈએ,

મારા ઉપકાર માટે નહીં જીવન વિતાવવા જીવનસાથી જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance