દિલની વાત
દિલની વાત
દિલની વાત તમને કહેવા આવી છું,
હૈયે તમારા હું રહેવા આવી છું,
જીવનની રમત તમારી સાથે રમવા આવી છું,
બસ આ દુનિયાનો બગીચો ,
તમારા સાથે ભમવા આવી છું,
મારી અવ્યક્ત લાગણીને હું બોલવા આવી છું,
તમારી જિંદગીમાં મારું,
મોલ હું તોલવા આવી છું,
બની ગયું મારું આયખું ઉજ્જવળ,
જોને તારા સંગે આ બધા,
દુઃખો આથમવા આવ્યા છે.

