તને કેમ કહું ?
તને કેમ કહું ?
નાવ જીવનસરિતામાં મારતાં હલેસાં,
ક્યાંક સાગરમાં સમાઈ, તને કેમ કહું ?
નાનો રહી ના શકું, યુવાની ના ટકે,
ને ઘડપણ છોડાવી ના શકું, તને કેમ કહું ?
કુદરતના નિયમો છે જ્યાં તને,
કોઈ સ્વતંત્રતા નથી સમજીશ ? તને કેમ કહું ?
ડોળના કર બીજાથી ઉંચા દેખાવાનો,
ધ્યેય નિજાનંદનો રાખ, તને કેમ કહું ?
પ્રણયનું પ્રલોભન એટલું કે આ માયાજાળમાં,
ફસાય સૌ કોઈ, તને કેમ કહું ?

