રહો હૃદયવાસી
રહો હૃદયવાસી
રહો હૃદયવાસી ના બનતા પરગ્રહવાસી,
તમારા વિનાનું જીવન મારું સાવ ઉદાસી,
તમારા આગમનથી પુલકિત હૈયું થનગને,
તમારા વિરહમાં મુખ પર છવાય ખામોશી,
તમારા સાદે પગમાં થાય છે સરગમ,
તમારા મૌનથી ગાયબ મોં પરની ખુશી,
તમારા હાથના સ્પર્શથી મનમયૂર ગહેંકે,
તમારા વિરહે ચહેરે અનુભવાય બેબસી,
તમારા સાથમાં સમય પણ ઓછો પડે,
તમારા દર્શન માટે આંખો બની પ્યાસી.

