અલૌકિક પ્રેમ
અલૌકિક પ્રેમ
હૃદયનાં હર એક સ્પંદને હવે તારું જ નામ છે,
તારા વિના હવે એકપળ જીવવું ના આસાન છે.
મન નિરંતર પ્રેમમગ્ન થઈ રાચે છે તારા સ્નેહમાં,
હૈયામાં રહેલી તારી સાચી લાગણીનું સન્માન છે.
સતત મિલન તણી ઝંખના ઉદ્ભવે સૂનાં હૈયામાં,
અવિરત વહેતી હેતની હેલી ઈશ્વરીય વરદાન છે.
વર્ષોની જુદાઈ પછી જરૂર આવશે સુખદ દિન,
નિરાંતે સધાશે ઐકય બસ હવે એક અરમાન છે.
અત્યારે વિરહમાં ચૂકવે યાદોનું મૂલ્ય આંસુઓ,
શાશ્વત ક્ષણે સર્જાશે સ્મિત એ વાતનું ગુમાન છે.

