કવિની કવિતા
કવિની કવિતા
હૃદયની ઊર્મિઓનો ઉદ્ગાર છે કવિતા,
કવિના ભાવોનો શણગાર છે કવિતા,
સાહિત્યના નવરસને વર્ણવે છે કવિતા,
કવિઓના અનુભવનું દર્પણ છે કવિતા,
પ્રકૃતિનું પ્રતિબિંબ કંડારે છે કવિતા,
વાચકને ભાવવાહી બનાવે છે કવિતા,
કવિની કલ્પનાઓનું નગર છે કવિતા,
ભાષાને વાચા આપી ગવાય છે કવિતા,
કવિઓનું અલૌકિક અલંકાર છે કવિતા,
વાચકોના મુખડાને મલકાવે છે કવિતા.