ચાહતનાં આંગણે
ચાહતનાં આંગણે
ચાહતનાં આંગણે હૃદયની વ્યથા વર્ણવું છું,
અનહદ પ્રેમનાં સાંનિધ્યની ઝંખના સેવું છું,
મૂકી તારું મારું સહિયારું અનુભવું છું,
સમજે મારા અંતરને માટે તને વિનવું છું,
અતૂટ વિશ્વાસે તારી લાગણીમાં વસુ છું,
તનેય ખબર છે માત્ર તારા શ્વાસે શ્વસુ છું,
ચાહતમાં હું તને હંમેશા ફરિયાદ કરું છું,
પણ મારા પ્રાણથીય વધુ વ્હાલ કરું છું,
તને જોવાની ઉત્કંઠાથી રોજ રાહ જોઉં છું,
તારો અવાજ સાંભળી ધન્યતા અનુભવું છું,
અદ્ભુત મિલન ક્ષણનો ઈન્તેજાર કરું છું,
ભૂલાવી જગતના દ્વંદ્વો ખૂબ પ્રેમ કરું છું,
હશે ભૂલ મારી મનમાં પશ્ચાતાપ કરું છું,
પણ તોય બધું ભૂલી ફરી ફરી યાદ કરું છું.