સ્વપ્નમહેલમાં
સ્વપ્નમહેલમાં
તને કલ્પ્યા કરું મારા સ્વપ્ન મહેલમાં,
ક્યારે મળીશું ફરીથી આપણે રૂબરૂમાં,
સપનાંઓ સજાવ્યાં તારી સંગ જીવવા,
કરું પ્રાર્થના ઈશ્વરને એ સાકાર કરવા,
થાય શાશ્વત મિલન હવે જુદાઈ વિનાનું,
જીવન વ્યર્થ લાગે છે મને તારા વગરનું,
નથી ઝાઝી ઝંખના બસ સ્નેહ તારો મળે,
બાહ્યવસ્તુ ગૌણ છે બસ તારો સાથ મળે,
તારા વિના ગમતું નથી સૂનું લાગે છે ઘરમાં,
જલદી આવજે રાહ જોઉં તારા વિરહમાં.

