તું મારો હમરાહ છે
તું મારો હમરાહ છે
મારી અંદર સતત વહેતો તારો પ્રેમનો પ્રવાહ છે,
જોને આ કુદરત પણ એની અદભુત ગવાહ છે.
તારા થકી જ જીવનની સુંદર હર એક રાહ છે,
જીવનનો કિંમતી ખજાનો તારા હૈયે મળી પનાહ છે.
કઈ અપેક્ષા નથી જીવનભર સદા તારો સાથ રહે એવી હૈયે ચાહ છે,
ખૂબ ખુશ છું મારા જીવનમાં તને મારા માટે પરવાહ છે.
ઈશ્વરનો માનું હું દિલથી આભાર કેમ કે આપ્યો તારા જેવો હમરાહ છે,
મારી અંદર સતત વહેતો તારો પ્રેમનો પ્રવાહ છે,

