હૃદયના સામ્રાજ્ય પર ફક્ત તારો ઈજારો
હૃદયના સામ્રાજ્ય પર ફક્ત તારો ઈજારો
હું ઘૂઘવતો સાગર ને તું મારો શાંત કિનારો,
હૈયાની વાતો રજૂ કરવાનો સૌથી સારો સહારો,
મારી ખુશીઓનો ઊંચો મિનારો,
મારા જીવન ગગનનો તું ચળકતો સિતારો,
મારા હૃદય ઉપવનમાં તારો ઉતારો,
મારા હૃદયનાં સામ્રાજ્ય પર તારો ઈજારો,
તારા થકી છે મારો ગુજારો,
તું જ મારા જીવનનો શ્રેષ્ઠ નજારો,
તું જ મારા જીવનનો સહારો,
તું મારા જીવનનો કિનારો.

