STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તહેવાર જેવું લાગે

તહેવાર જેવું લાગે

1 min
287

જો તમે અમથું થોડુક મલકો તો તહેવાર જેવું લાગે,

જો તમે સજો શણગાર તો,

પાનખરમાં પણ શ્રૃંગાર જેવું લાગે,


તમારી પ્રશંસામાં અઢળક ગઝલો સર્જી,

પણ તમે વાચો તો સ્વીકાર જેવું લાગે,

આમ તો મૌસમ ખીલી છે પૂરબહારમાં,

જો તમે થોડુક મલકો તો અવસર જેવું લાગે,


આ ઝરણા ઝર ઝર વહી રહ્યા છે,

જો તમે રણકાવો કંગન તો રણકાર જેવું લાગે,

આમ તો ખુશ છું ખૂબ હું તમારા આગમને,

સાથ આપો તો ખુશીઓની વણઝાર જેવું લાગે,


આમ તો તમે દિલથી બની જ ગયા છો મારા,

પણ નજરથી મિલાવો નજર તો હકદાર જેવું લાગે,

જો તમે સજો શણગાર તો,

પાનખરમાં પણ શ્રૃંગાર જેવું લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance