STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મને તો દોસ્તીની દૌલત મળી ગઈ

મને તો દોસ્તીની દૌલત મળી ગઈ

1 min
401

દોલત મને દોસ્તીની એવી મળી,

જાણે મારી બધી દુઆઓ ફળી,


જીવન જીવવાની મને એવી મજા પડી,

જાણે મને કોઈ સુંદર જડીબુટી જડી.


ભલે દોસ્ત મારો ઉંમરમાં નાનો છે,

પણ હું સુદામા એ મારો કાનો છે.


હું ફૂલ અને એ મારી ખુશ્બુ છે,

અમારો સુંદર મજાનો નાતો છે.


એની સામે ગાડી બંગલા મીટરની કઈ વિસાત નથી,

એતો મારો સૌથી કિંમતી ખજાનો છે.


જેની સામે દિલ ખોલીને કરી શકું પ્યાર,

એવો મજાનો મારો પરવાનો છે.


પરસ્પર દિલથી દિલના તાર બંધાયેલા છે,

એવો મજાનો મારો એ દીવાનો છે,

મારો અણમોલ ખજાનો છે.


દુઃખના સમયે વગર અવાજે દોડી આવતો,

એવો છે અતૂટ ને અણમોલ અમારો નાતો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance