ના ડૂબી જાઉં
ના ડૂબી જાઉં
તારી આંખોનાં ઘૂઘવતાં સાગરમાં, હું પળવારમાં ડૂબી જાઉં,
ના માર જરાક મટકું તું, હું એમ જ ના ડૂબી જાઉં.
નયનોનાં હેત ઘડીકવારમાં પરખાઈ જાય,
તું ચોરાઈશ ના આંખો, હું એમ જ ના ડૂબી જાઉં.
હું બંધ કરું નેત્રોને આવે તારી તસ્વીર,
તારી તસ્વીરના દીદારમાં હું એમ જ ના ડૂબી જાઉં.
વીતેલાં વર્ષોની યાદો છે ઘણી તાજી,
તારી યાદોનાં સમંદરમાં હું એમ જ ના ડૂબી જાઉં.
તારા ઘનઘોર વાદળ સમ, લહેરાતાં કાળાં ઝુલ્ફો,
તારાં ઝુલ્ફોની ગહરાઈઓમાં હું એમ જ ના ડૂબી જાઉં
ચંદ્રમુખી સમ વદન છે તારું ચમકતું,
તારાં ચમકતાં તેજનાં પ્રવાહમાં 'બાપુરાજ' હું એમ જ નાં ડૂબી જાઉં.

