જીવનનો ઉત્સવ
જીવનનો ઉત્સવ
સૌથી મોટો ઉત્સવ એટલે જીવનનો ઉત્સવ,
રોજેરોજ ઉજવાઈ રહ્યો છે જોને જીવનનો ઉત્સવ,
જન્મ્યાં ત્યારે જન્મદિવસનો ઉજવાયો ઉત્સવ,
ભણવાં ગયાં ત્યારે શાળાનાં જીવનનો ઉત્સવ,
ભણીગણીને મોટાં થયાં ત્યારે નોકરી ધંધાનો ઉત્સવ,
થયાં જુવાનને આવ્યો સગાઈ ને લગ્નનો ઉત્સવ,
ઘરમાં આવ્યાં નાનાં બચ્ચા ને ઉજવાયો ઉત્સવ,
દર વર્ષે તો પાછાં ઉજવાતાં રહે વાર્ષિક ઉત્સવ,
જીવનનાં અંત સુધી ઉજવાતાં રહે દરેક ઉત્સવ,
ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય, ઉજવાય એવાં ઉત્સવ,
ઉત્સવોની ચાલી ભરમાળ એવાં અગણિત ઉત્સવ,
દુનિયામાંથી થાય વિદાય તે પણ બની રહે એક ઉત્સવ.
