મારું પુસ્તક
મારું પુસ્તક
છે જ્ઞાનનો ખજાનો અખૂટ એવું મારું પુસ્તક,
છે સરસ્વતીનો ભંડાર છલોછલ એવું મારું પુસ્તક,
પુસ્તક વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ઉદ્ધાર નહીં,
છે હીરાઓની ખાણનો ચમકાર, એવું મારું પુસ્તક,
નાનાં મોટાં સૌ ઈચ્છે મેળવવાં અમૂલ્ય જ્ઞાનનો ભંડાર,
છે સર્વ વેદોના સારનો પ્રસાદ, એવું મારું પુસ્તક,
વિદ્વાનોનું વિશ્વ ફલક, અતિ સોહાયમાન સ્વરૂપ રૂપે,
છે અખિલ બ્રહ્માંડનું તેજપૂંજ, એવું મારું પુસ્તક,
દુનિયા આખી સમાણી પુસ્તકનાં આ પાને પાને,
છે સમગ્ર સૃષ્ટિનાં માનવજાતનો,
આધારસ્તંભ 'બાપુરાજ' એવું મારું પુસ્તક.
