માણો તો ખરાં
માણો તો ખરાં
1 min
169
જીવન પણ છે એક ફિલ્મ, માણો તો ખરાં,
આપણે તેનાં કલાકારો, ફિલ્મ માણો તો ખરાં,
આવે છે જીવનમાં અનેક ચઢતી પડતી,
આવેલાં ઉતાર ચઢાવની ફિલ્મ માણો તો ખરાં,
આવે છે જીવનમાં અનેક પડકારો,
પડકારોનો સામનો કરી ફિલ્મ માણો તો ખરાં,
આવે છે જીવનમાં અનેક અણધારી મુસીબતો,
મુસીબતોને હડસેલી જિંદગીની ફિલ્મ માણો તો ખરાં,
આવે છે જીવનમાં અનેક ઝંઝાવાતો,
ઝંઝાવાતોને દૂર કરી જીવનની ફિલ્મ માણો તો ખરાં
જીવન છે એક યુદ્ધક્ષેત્ર, ને આપણે લડવૈયા
આ યુદ્ધમાં જીતી 'બાપુરાજ' જીવનની ફિલ્મ માણો તો ખરાં.
