આઠમો રંગ મારી મહેંદીનો
આઠમો રંગ મારી મહેંદીનો
સપ્તરંગી છે મેઘધનુષ, આઠમો રંગ મારી મહેંદીનો,
છે આકર્ષિત સઘળા રંગ, એવો આઠમો રંગ મારી મહેંદીનો,
મહેંદીનો રંગ મનભાવન, નાનાંમોટા સૌને લલચાવતો,
ઘોડે ચઢતા વરરાજાને પણ ચઢતો, આઠમો રંગ મારી મહેંદીનો,
નાનીશી કુંવારિકાને હાથે, સોહાવતો કસુંબલ મહેંદીનો રંગ,
નવી નવેલી દુલ્હનનો શણગાર, આઠમો રંગ મારી મહેંદીનો,
ભલે અવનવાં રંગથી રંગાયેલી હોય, આ રંગીલી દુનિયા,
પણ પડે સઘળા રંગ ફિકા, એવો આઠમો રંગ મારી મહેંદીનો,
નારીની સુંદરતામાં વધારો કરતી, મહેંદીની અનોખી ચિત્રાવલી,
શોભતાં સઘળાં પ્રસંગ જેનાથી 'બાપુરાજ', એવો આઠમો રંગ મારી મહેંદીનો.
