વિસરાતી વાતો
વિસરાતી વાતો
વીતેલાં વર્ષોની તાજી છે વાતો,
થોડી ખાટી તો થોડી મીઠી વાતો,
સમયે સમયે મળતાં પ્રત્યાઘાતો,
થોડી ખુશ તો થોડી નાખુશ વાતો,
કંઈક વેદના હેઠળ વીતી રાતો,
દુઃખડા પળ પળ ગણતી વાતો,
સંબંધનો આ સરવાળો ના સમજાતો,
આપણા જ આપણી કરતાં વાતો,
દરેક દિન મળ્યો પીડાનો નાતો,
તોય હર્ષભેર કરતા દિલની વાતો,
સહી કુદરતની ઘણી થપાટો,
સ્વજનની સ્મૃતિઓની મીઠી વાતો,
વીતેલાં સમયનું સંભારણું આ તો,
સારી નરસી ઘડીઓની છે આ વાતો,
સારો પણ આવ્યો સમય દબાતો,
લાવી ખુશીઓની બેહતરીન વાતો,
વીતેલા વર્ષનું નજરાણું આ તો,
સુખ દુઃખની ના વિસરાતી વાતો.
