એ પળ ખાસ હોય છે.
એ પળ ખાસ હોય છે.
માતાપિતાને વિસરાય ના કદી,
એ પળ ખાસ હોય છે,
થમાવીને આંગળી જેણે,
જીવનની રાહ બતાવી એ પળ ખાસ હોય છે.
ઘસાઈને જેણે પોતે,
જીવન ઉજળું કર્યું પોતાનાં બાળકોનું,
ચંદન જેમ સુગંધ ફેલાવી ચારેકોર,
એ પળ ખાસ હોય છે.
વેઠ્યાં સઘળાં દુઃખ,
ના આંચ આવવાં દે પોતાનાં બાળકોને,
ઈચ્છાઓની કરી પૂર્તિ,
લાવે જે ખુશી એ પળ ખાસ હોય છે.
મીણબત્તીની જેમ સળગી,
પ્રકાશ આપે પોતાનાં બાળકોને,
ના કરે પોતાનાં સુખની પરવા માબાપ,
એ પળ ખાસ હોય છે.
લાગણીઓ ને પ્રેમના છાંયડે,
રાખે સદા પોતાનાં બાળકોને,
છલકતું રહે હંમેશા હૂંફને વાત્સલ્ય,
એ પળ ખાસ હોય છે.
અનેક લાડ લડાવે ને,
કાબુમાં પણ રાખે પોતાનાં બાળકોને,
રાખે દરિયા જેવું દિલ 'બાપુરાજ'
એ પળ ખાસ હોય છે.
