ઝરૂખાનાં ઝૂલે
ઝરૂખાનાં ઝૂલે
હતું એક સપનું કે ઝૂલું હું ઝરૂખાનાં ઝૂલે,
વાટ નીરખું હું મારાં પ્રિયની, ઝૂલું હું ઝરૂખાનાં ઝૂલે,
સાથ હોય જો વાલમ તો, અવસર ઉત્સવમાં ફેરવાઈ જાય,
હોય જો અષાઢી આકાશ, ત્યારે ઝૂલું હું ઝરૂખાનાં ઝૂલે,
આવે શ્રાવણ અલબેલો, મોર સોળે કળાએ નાચે,
મીઠાં સોણલાં સજાવવાને કાજ, ઝૂલું હું ઝરૂખાનાં ઝૂલે,
હોય ખુશીઓ જીવનમાં અપાર, હોય પ્રીતમજીનો સાથ,
ના ચિંતા હોય લેશમાત્ર જીવનમાં, ઝૂલું હું ઝરૂખાનાં ઝૂલે,
પણ છે આ જીવનની ઘટમાળ, ધારીએ એવું નવ થાય,
જીવન છે સુખદુઃખની આંટી, 'બાપુરાજ' ઝૂલું હું ઝરૂખાનાં ઝૂલે.
