સજાવી રાખ્યાં છે શમણાં
સજાવી રાખ્યાં છે શમણાં
સજાવી રાખ્યાં છે શમણાં,
અમે આંખોમાં તમારી યાદનાં.
થાય છોને જાગરણ અમારું,
વાયદો જો કરો તમે આવવાનાં.
બેઠાં અટારીએ અમે રાત ઓઢી,
દેખાય છે ચહેરો તમારો ચાંદમાં.
કાજળ આંખોનું આપ્યું ઉછીનું આભને,
લો કરી દીધાં બંધ અમે નયન કમળશાં.
શબરી નથી કે કરું પ્રતીક્ષા વર્ષો સુધી,
શાને કરો છો તમે રામ બનીને પારખાં ?
સ્વપ્નમાં આવો તમે બનીને કૃષ્ણસૂત અનિરુદ્ધ
ઉડીને આવો તમે નથી મારે કોઈ સખી ચિત્રલેખા.

