પ્રેમમાં આઝાદી
પ્રેમમાં આઝાદી
બંધન નથી હવે કોઈ જાતનું આપી તને આઝાદી,
મનગમતી વાત કરવા તને કહું, નહીં બનું ફરીયાદી,
તારા સાનિધ્યમાં તો દર્દ ભૂલી હું બન્યો વિનોદી,
તારા આગમનથી મને મળી છે મધુર પ્રેમ પ્રસાદી,
આપ્યું ઘણું થોડા સમયમાં મને, ના વિસરાશે કદી,
તને પામવા વારંવાર ઈશ્વર પાસે બનું આશાવાદી,
કર્યો મન મૂકીને પ્રેમ તેં તોય ના સમજી શક્યો કદી,
સુખી જીવનની કલ્પના તણી આશ તૂટે નહીં કદી,
તડપે હૃદય શબ્દબાણથી તવમુખે સધાઈ ચુપકીદી,
અફસોસ ભારોભાર છે, ફરી નહીં બને આવું કદી.

