STORYMIRROR

Rekha Patel

Romance

4  

Rekha Patel

Romance

સુંવાળો સંગાથ

સુંવાળો સંગાથ

1 min
389

હાથ પકડી નાજુકાઈથી ચાલે છે તું,

સુંવાળો સંગાથ કેવો મળ્યો મને ?


લીલેરી લાગણીઓની રંગતમાં આવી,

દિલને ઝરૂખે સંવાદ કેવો આપ્યો મને,


મને સરગમનાં સંગીતમાં વહેતી કરી,

કોયલનો ટહુકો કેવો સંભળાવ્યો મને ?


યાદોની મહેફિલે સપનાંઓમાં આવી,

મધરાતે આવી કેવો ઝૂલાવ્યો મને ?


તારી સુંવાળપ મને ગઈ સ્પર્શી,

મનનાં મેળામાં કેવો જગાવ્યો મને ?


તારી નજરોનાં જામ અધરો સુધી આવ્યાં,

ને તારા અધરોએ કેવો છલકાવ્યો મને ?


"સખી" તારા આ તરબતર થતાં આલિંગનમાં,

બે દિલ એક કરીને કેવો ભીંજવ્યો મને ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance