STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Inspirational

4  

Sweta Sardhara "shwetgzal"

Inspirational

જગત

જગત

1 min
397

મળવા છતાંય કોઈ નથી મળતું અહી

પામવાની લાલસા એ બધું સરતું અહી


શું લાવ્યા, ને શું લઈ જવાના છીએ દોસ્ત

શા કારણે દોડધામ સૌ કોઈ કરતું અહી


લાગણીનો સબંધ ક્યાં ખોવાયો શું ખબર !

રૂપના સહારે આજ કાલ સૌ જીવતું અહી


ભાર તો જાણે આ જીવનો છે કાયામાં

નહિ તો શું દરિયામાં શબ તરતું અહી


આ બધો તો વહેમ છે મનુષ્ય જાત ને 'શ્વેત' 

અનંત ચાલે જગત તારા વિના શું અટકતું અહી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational