STORYMIRROR

Sanjay Prajapati

Romance

4  

Sanjay Prajapati

Romance

અપરિચિત ચહેરો

અપરિચિત ચહેરો

1 min
351

અપરિચિત ચહેરો પરિચિત થયો આજ,

તને પામવાની ઝંખના પરીપૂર્ણ થઈ આજ.


જોતો હતો સ્વપ્નમાં જેને રૂબરૂ મળ્યા આજ,

સપ્તરંગી મિલનના સપના સાકાર થયા આજ.


મારા હૃદયે લાગણીના પૂર ઊમટ્યા આજ,

વિરહ દૂર થયો આવી મિલનની વેળા આજ.


અંતરના ઊંડાણે ચાહતની રીત મળી આજ,

જીવન જીવવાની સંજીવની મળી ગઈ આજ.


પ્રેમમાં અજાણ્યું જણ પોતીકું લાગે આજ,

તારા સંગાથથી હર ઘડી રૂડી લાગે છે આજ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance