અજનબી દિલ પર છવાઈ ગયો
અજનબી દિલ પર છવાઈ ગયો
મારી દિલની દીવાલો પર એનું નામ કોતરાઈ ગયું,
કોઈ અજનબી દિલના દ્વાર દસ્તક દઈ ગયું.
નથી એની સાથે મારે કોઈનો દિલનો રિશતો,
તોય હૈયે વિચાર બની છવાઈ ગયો.
સાત સૂરોની સરગમ જેવો લાગ્યો સાથ મધુરો,
જાણે મીઠુ મધુરું ગીત બની એ ગવાઈ ગયો.
શું જાદુ કર્યો એને મારા પર,
પહેલી નજરમાં એતો દિલમાં સમાઈ ગયો.
ના છે મોટી હસ્તિ નાં મારે એના સાથે કોઈ દોસ્તી,
તોય આંખોમાં તસવીર બની એ સચવાઈ ગયો.
નથી મારો પોતાનો કોઈ એ પણ તોયે,
મારા નાનકડા દિલનો ભાગીદાર એ થઈ ગયો.
નહોતી કોઈ એની આકર્ષક સુરત,
તોયે હૈયે મુરત બની એ પૂજાય ગયો.
બસ પળ બે પળ વિતાવી હતી ફક્રત એની સાથે,
તોયે લોકોમાં અમારો સંબંધ ચર્ચાઈ ગયો.

