વસવાટ
વસવાટ
ખખડધજ થયેલી ડેલીની અંદર,
વાટ જોતી આંખોનો વિસામો બની જો,
એના અંધારા ઓરડામાં થોડો,
ખોબો ભરીને તડકો આપીને જો,
તારી વાટ જોતા જે કરમાઈ ગઈ'તી,
એને તારા સ્નેહથી ફરી સિંચીને જો,
જીવીલે તારા શૈશવ ને આજ ફરીથી
એના ખોળામાં તારું માથું ફરી મૂકીને જો,
વહી જવાદે આંખોથી નીરને તારા,
એના પાલવને આજ ફરી ભીંજવી જો,
એ કળચલી વાળા હાથ તારા માથા પર ફરશે,
એની મમતામાં ફરી એકવાર બદ્ધુ વિસરીતો જો,
આંગણાનું ઉપવન ફરી મહેકશે બસ,
એને હેતથી પાણી આપી તો જો,
આવ્યોજ છે પાછો અહીંજ તો
અહીંની "ખુશ્બૂ" ને તારામાં સમાવી જો,
થામીલે હાથ ફરી છુટતા સંબંધોનો,
ગળે લગાવી એ પળ ને વાગોળીતો જો,
ખુશીના સાચ્ચા સરનામે આજે આવ્યો છે
બસ અહીંયાજ હવે પાછો વસવાટ કરીને જો.
