શૈશવ
શૈશવ
જુના ઘરના અંધારા ઓરડાના એક ખૂણામાંથી ધૂંધળી એક તસ્વીર મળે,
મારી આંખો સમક્ષ મારા નાનપણની હરએક ક્ષણ તરતી મળે,
જો, ઉપર માળીયા પર રાખેલી ગુણમાંથી મારી ઢીંગલી મળે,
અનેક રમકડાઓના ખsકલામાં મને મારું શૈશવ મળે,
માઁ સાથે કૂવા પર પાણી ભરવા જતી ત્યારની નાની ગાગરમાંથી છલકાતા પાણીની છાલક મળે,
પપ્પા સાથે એમની સાયકલ પર આગળ લગાડેલી રાજગાદી પર બેસવા પાછું મળે,
માટીના ઢગલામાં મને પાછું ઘરઘર રમવા મળે,
સંતાકૂકડી રમતા હતા ત્યારનો એ કોલાહલ પાછો મળે,
અફાટ યાદોનો સમંદર ઘૂઘવે મુજ દિલ મહી,
એ સમયને યાદ કરતા કેમ ખાલી આંખોમાં નીર મળે ?
શૈશવની ક્ષણો વિતી ગયેલી છે છતાં,
એની ખુશ્બૂ હંમેશ માટે મુજ દિલમાં રહેલી મળે.
