સપના
સપના
1 min
272
મેં સપનાંઓને મારી પાસે આવતાં જોયાં છે,
ક્યારેક સંતાકૂકડી તો ક્યારેક પકડાપકડી રમતાં જોયાં છે,
બંધ પરબીડિયામાંથી ક્યાંરેક ખુશી બની છલક્યાં છે,
તો ક્યાંરેક અશ્રુ બની ખોબો ભરીને રડ્યાં છે,
ધૂળમાં આળોટતાં તો ક્યાંરેક તારલાંઓને તોડતાં જોયાં છે,
ફૂલ સમજી ને મને, મારી 'ખુશ્બૂ' બની બેઠા છે,
મેં સપનાંઓને મારા પોતાંના બનતાં જોયાં છે,
બંધ આંખે તો ક્યાંરેક ખુલી આંખે મારામાં વસતાં જોયાં છે.
