STORYMIRROR

khushbu purohit

Others

3  

khushbu purohit

Others

નાટ્યસમ્રાટ

નાટ્યસમ્રાટ

1 min
120

વર્ષોથી, મારા જીવનનાં રંગમંચનું

અનોખું હું પાત્ર છું,

હું જ મને અનહદ પ્રેમ કરું ને

હું જ મને ધિક્કારું છું,


પડદા અહીંયા પડે કે ના પડે

મારા પાત્રને નિભાવતી જાવ છું,

મારી જ પોતાની ઓળખ માટે

હું રોજ પછડાટ ખાવ છું.


ભજવી જાવ છું અનેકાનેક પાત્ર અહીં 

હું રોજ મને છેતરી જાવ છું,

નામ માત્રના સંબંધો સાચવવા

અગણિત સપનાઓ ભૂલી જાઉં છું.


ફેલાવી જાઉં છું ખુશ્બૂ ચોતરફ

કંટક મુજ દેહમાં સમાવું છું,

જાણું છું મજા ખાતર પગ બોળવા આવ્યા સૌ

તે છતાં મૌન સેવી જાઉં છું. 


કાગળ ઉપર વ્યથા ઠાલવીને મારી

આંસુને સ્યાહીમાં સૂકવતી જાઉં છું,

રાખું છું મોઢા પર સ્મિત સદા પણ સાચ્ચું કહું

હૃદયથી રોજ કોતરાતી જાઉં છું.


કદર કોઈની મળે ના મળે

દરેક પાત્રને દિલથી નિભાવી જાઉં છું

કોઈ શું મને પુરષ્ક્રિત કરે ?

હું ખુદ ને "નાટ્યસમ્રાટ" કહેતી જાવ છું.


Rate this content
Log in