કવિતા
કવિતા
1 min
167
આવીને મારા કાનમાં એ ગુનગુનાવી ગઈ,
મધુરુ એક હાસ્ય મારા હોઠ પર રેલાવી ગઈ,
વાગોળ્યા ઘણા પ્રસંગો દુઃખના,
હવે આળસ ખાઈને બેસેલા સુખને મેળવી ગઈ,
આપી હાથમાં કલમ મને એ પ્રેમ લખવાનું સૂચવી ગઈ,
ઘણી સળો હતી એ કાગળ પર,
પણ એ નવું ફરફરતું કોરું પાનું દઈ ગઈ,
ઇશ્ક માટે લખવાનું સૂચન કરી,
કલમ મારી વિધાત્રી થઈ ગઈ.
અને પાના પરની રચના કવિતા થઈ ગઈ.
