ચાલ બાળક બની જઈએ
ચાલ બાળક બની જઈએ
ચાલને આપણે બંને ફરી બાળક બની જઈએ,
જે સાથે નથી જીવ્યા એને આપણી રીતના જીવી લઈએ,
આપણા બાળકોનો હાથ પકડી રેતીના મહેલ ચણી લઈએ,
ચોપાટી જઈને આપણે ગોળાની એકાદ ચુસ્કી માણી લઈએ,
તું તારા ઘરેથી ગોટીઓ લાવ અને હું મારા ઘરેથી,
તું જીતે કે હું જીતું ગોટીઓને સહિયારે આપણા ઘરે લઈ જઈએ,
છૂપાછૂપી રમીએ આપણે, તું મને ગોત અને હું તને ગોતું
અને મળી જતા બંને એકમેકમાં કલ્લાકો સુધી છૂપાઈ જઈએ,
રમીને થાકીને ઘરે આવીએ, તું મને પાણી આપ હું તને,
ચાલ ને આવો વહાલ પણ ક્યારેક એકબીજા પર વરસાવી જોઈએ.

