STORYMIRROR

khushbu purohit

Others

3  

khushbu purohit

Others

જીવી લઈએ

જીવી લઈએ

1 min
169

કહું છું સાંભળે છે ?

આ જીવન ક્યારે પણ પૂરું થઈ જવાનું,

ચાલને આપણે પણ,

એમાં થોડી આનંદની ક્ષણ માણી લઈએ.


પતિ અને પત્ની મટી જઈને

એક દિવસ માટે આપણે દોસ્ત બની જઈએ.

ઘરવખરીની વસ્તુઓ લાવાનુંં છોડીને,

ચાલને લોન્ગ ડ્રાઈવ પર જઈએ.


એક દિવસ તું ઓફિસમાં છુટ્ટી લે

અને હું ઘરના કામથી,

ચાલને આપણે પણ સિનેમા હોલમાં,

એકબીજાનો હાથ પકડી એક ફિલ્મ જોઈ લઈએ.


તારા લૅપટૉપ અને મોબાઈલથી બા'ર નીકળ,

ચાલને એક દિવસ તો નદીના કાંઠે બેસી લઈએ,

તું ઢળતા સૂરજને નિહાળે અને હું તને,

ચાલને એક દિવસ તો એવી સાંજ માણી લઈએ.


Rate this content
Log in